ગુરુવાર, 12 સપ્ટેમ્બર, 2013

ભાઈબંધ

[પાછળ]
ગમે તેને ભાઈબંધ ન બનાવાય

જંગલમાં એક શિયાળ અને એક હરણ રહે. શિયાળ રોજ મનમાં વિચારે, આ હરણને મારીને ખાઈ જાઉં. પણ તે હરણના જેટલી ઝડપે દોડી શકે નહિ. આથી તેની ઈચ્છા પૂરી થતી નહિ.

એક વાર શિયાળે એક યુક્તિ કરી. હરણના જવા આવવાના રસ્તે બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યું. હરણે શિયાળને રડતું જોયું. એણે શિયાળને રડવાનું કારણ પૂછ્યું. શિયાળ કહે, "મારે કોઈ ભાઈબંધ નથી. હું એકલો કેવી રીતે જીવું ? મારે હવે નદીમાં ડૂબી મરવું છે".

હરણને શિયાળ પર દયા આવી. તે શિયાળને કહે, "મરી ગયા પછી ભાઈબંધ કેવી રીતે મળવાનો? જીવીશ તો ભાઈબંધ મળશે. કોઈ ન હોય તો હું આજથી તારો ભાઈબંધ, બસ!"

શિયાળની યુક્તિ સફળ થઈ.

પછી તો હરણ અને શિયાળ સાથે સાથે ફરવા લાગ્યાં. એ જંગલમાં એક કાગડો હરણનો મિત્ર હતો. તેણે હરણને શિયાળ સાથે જતું જોઈને પૂછ્યું, "દોસ્ત, દોસ્ત, તારી સાથે આ નવું કોણ છે?