ગુરુવાર, 27 ફેબ્રુઆરી, 2014

હે ભગવાન


બે નાના છોકરાઓ એક ખેતરમાંથી ઘણા બધા સંતરા ચોરી લાવ્યા અને પછી કોઇ શાંત જગ્યાએ જઇને તેનો એકસરખો હિસ્સો કરવાનું નક્કી કર્યુ..એક જણાએ બાજુના કબ્રસ્તાનમાં જઇને કામકાજ પતાવવાની સલાહ આપી તો બન્ને જણા એ તરફ ચાલ્યા.

તેઓ કબ્રસ્તાનનો ગેટ કુદીને અંદર ઘૂસ્યા ત્યાં બે સંતરા નીચે પડી ગયા. પણ તેમણે તે ઉઠાવવાની તસ્દી લીધી નહીં, કારણ કે તેમની પાસે ઘણા સંતરા હતા..

થોડી મિનિટો પછી તે કબ્રસ્તાન પાસેથી એક દારૂડિયો પસાર થયો તો તેને અવાજ સંભળાયો,

''એક તારા માટે....એક મારા માટે....એક તારુ....એક મારુ....''

નશો ઉતરી ગયો હોય તેમ દારૂડિયો તો પાસેના સાધુ પાસે દોડી ને ગયો...અને ત્યાં જઇને કહ્યુ,

''મારી સાથે આવો બાપુ....ત્યાં કબ્રસ્તાનમાં ભગવાન અને શેતાન મડદાઓ એકબીજામાં વહેંચી રહ્યા છે...''

બન્ને કબ્રસ્તાન પાસે આવ્યા તો અવાજ આવતો હતો,

''એક તારા માટે...એક મારુ....એક તારા માટે....એક મારા માટે....''

અચાનક અવાજ બંધ થઇ ગયો અને પછી ફરી અવાજ સંભળાયો,

''ગેટ પાસે બે છે, તેનું શુ કરીશુ ????'' . . . . . . . અચાનક સાધુ જોરથી બરાડ્યો,

''અમે હજી મર્યા નથી............ઓહહહ................!!

Sent from my h.mangukiya

ગુરુવાર, 20 ફેબ્રુઆરી, 2014

હિસાબ-કિતાબ


એક સરસ મજાની નાનકડી વાર્તા માણીએ.

એક વૃદ્ધાના મૃત્યુ બાદ તેનો હિસાબ-કિતાબ તપાસ્યા બાદ તેને કહેવામાં આવ્યું કે તમે કશું જ પુણ્ય નથી કર્યું માટે નરખમાં જશો.

"મેં કોઈ પુણ્ય નથી કર્યું એ વાત સાચી, પણ એક ગાયને ગાજર ખવડાવાવનું પુણ્ય તો મેં કર્યું જ છે!" પેલી વૃદ્ધાએ કહ્યું.

"ભલે તો પછી ગાજરને બોલાવો એ તમારી મદદ કરશે", સ્વર્ગના હિસાબનીશે કહ્યું.

ગાજર ઉડતુ ઉડતુ વૃદ્ધા સમક્ષ આવી પહોચ્યું.

વૃદ્ધાને કહેવામાં આવ્યું કે "પેલા ગાજરને પકડીને લટકી જાઓ, ગાજર સ્વર્ગમાં જઈ રહ્યું છે. જો તમે ગાજર પકડીને તમારી જાતને સંભાળી શકો તો તમે કરેલા ગાયને ગાજર ખવડાવવાના પુણ્યને કારણે સ્વર્ગે પહોચી જશો."

અને વૃદ્ધા ગાજર પકડીને લટકી ગયી અને ગાજર સ્વર્ગને માર્ગે આગળ વધવા લાગ્યું. રસ્તામાં જે લોકોએ આ વૃદ્ધાને જોઈ તેઓએ વૃદ્ધાના પગ પકડી લીધા અને મનોમન વિચાર્યું કે ચાલો આપણે પણ વૃદ્ધા સાથે સ્વર્ગે પહોચી જઈશું. એમ વૃદ્ધાના પગ પકડનારની સંખ્યા વધતી જ ગઈ, અને લોકો એકબીજાના પગ પકડી લટક્તા જ રહ્યા.

વૃદ્ધાએ એકએક નીચે તરફ નજર કરી અને મનમાં વિચાર કર્યો કે મારે કારણે આટલા બધા લોકો સ્વર્ગે જઈ રહ્યા છે. એટલે તેને કહ્યું કે - "મારા પગ છોડો, આ ગાજર મારું છે!"

એમ કહેતાની સાથે જ વૃદ્ધા ભોય પર પટકાઈ અને ગાજરની તાકાત પણ ખતમ થઇ ગઈ.

સ્વર્ગમાં લઇ જવાની તાકાત તો ગાજરમાં હતી પરંતુ વૃદ્ધાએ જયારે 'મારો' શબ્દ ઉમેર્યો અને મેં પુણ્ય કર્યું હતું એમ વિચાર્યું, ત્યારે ગાજરની બધી તાકાત ખલાસ થઇ ગયી અને સહુ નીચે પટકાયા.

વૃદ્ધા સંસાર અને સ્વર્ગ બંને વચ્ચે અટવાયેલી રહી. એ સ્વર્ગે જવા તો નીકળી પણ એનું મન સ્વર્ગીય બનવાને બદલે 'મારા-તારા' ની સાંસારિક વાતોમાં ગુંચવાઈ ગયું.

તમને આ વાર્તામાંથી શું બોધ મળ્યો તે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો મિત્રો અને જો વાર્તા ગમી હોય તો તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો.

Sent from my h.mangukiya

શનિવાર, 8 ફેબ્રુઆરી, 2014

ચતુર કાચબો - સજાને મઝામાં ફેરવી નાંખી

    એક રાજ્યમાં માણસો અને પશુ-પંખીઓ સૌ સંપીને રહેતાં હતાં.
એક દિવસ કાચબાએ કંઈક ભૂલ કરી. સિપાઈઓ તેને રાજા પાસે લઈ ગયા.
રાજાએ કહ્યું ઃ ''કાચબાને સજા કરવી જોઈએ. તેના પગે દોરી બાંધીને કાચબાને ઝાડ પર ઊંધો લટકાવો.''
કાચબો જાણે કે રાજી થયો હોય તેમ બોલી ઉઠયો ઃ ''બહુ સરસ. આમ કરવાથી મારા પેટને ગરમી મળશે. મારે એટલું જ જોઈતું હતું.''
રાજા વિચારમાં પડયો. તેણે નિર્ણય બદલીને કહ્યું ઃ 'એને જો ઊંધો લટકાવવાથી સજા થતી ના હોય તો એવી શિક્ષાનો શો અર્થ? સજા તરીકે તેની પીઠ પર લાકડીઓ મારો.'
કાચબો ખૂબ હસવા લાગ્યો. એણે રાજાને કહ્યું ઃ 'મને જેટલો મારશો તેટલી મારી પીઠ મજબૂત બનશે.'
એક દરબારીએ સૂચન કર્યું ઃ 'તેને ખુલ્લા ખેતરમાં છોડી દો.''
તરત કાચબો બોલી ઊઠયો ઃ 'વાહ વાહ! ખેતરમાં તો મારા ઘણા મિત્રો છે. તેમની સાથે રમવાની મને મઝા પડશે.'
છેવટે કંટાળીને મૂરખ રાજાએ સજા ફરમાવી ઃ 'જાવ, તેને તળાવમાં ફેંકી આવો.'
કાચબાએ હાથ જોડીને કહ્યું ઃ ''ના, ના. આવી આકરી સજા કરશો નહિ. તળાવમાં તો મગર હોય, મને તેની બહુ બીક લાગે છે.'
રાજાએ કહ્યું ઃ 'તું આ સજાને જ લાયક છે.'
સિપાઈઓ રાજાના કહેવા પ્રમાણે કાચબાને તળાવમાં ફેંકી આવ્યા.
તળાવમાં કાચબો મોજથી રહે છે. તેણે ચતુરાઈ વાપરીને સજાને મઝામાં ફેરવી નાંખી.

Sent from my h.mangukiya