બે નાના છોકરાઓ એક ખેતરમાંથી ઘણા બધા સંતરા ચોરી લાવ્યા અને પછી કોઇ શાંત જગ્યાએ જઇને તેનો એકસરખો હિસ્સો કરવાનું નક્કી કર્યુ..એક જણાએ બાજુના કબ્રસ્તાનમાં જઇને કામકાજ પતાવવાની સલાહ આપી તો બન્ને જણા એ તરફ ચાલ્યા.
તેઓ કબ્રસ્તાનનો ગેટ કુદીને અંદર ઘૂસ્યા ત્યાં બે સંતરા નીચે પડી ગયા. પણ તેમણે તે ઉઠાવવાની તસ્દી લીધી નહીં, કારણ કે તેમની પાસે ઘણા સંતરા હતા..
થોડી મિનિટો પછી તે કબ્રસ્તાન પાસેથી એક દારૂડિયો પસાર થયો તો તેને અવાજ સંભળાયો,
''એક તારા માટે....એક મારા માટે....એક તારુ....એક મારુ....''
નશો ઉતરી ગયો હોય તેમ દારૂડિયો તો પાસેના સાધુ પાસે દોડી ને ગયો...અને ત્યાં જઇને કહ્યુ,
''મારી સાથે આવો બાપુ....ત્યાં કબ્રસ્તાનમાં ભગવાન અને શેતાન મડદાઓ એકબીજામાં વહેંચી રહ્યા છે...''
બન્ને કબ્રસ્તાન પાસે આવ્યા તો અવાજ આવતો હતો,
''એક તારા માટે...એક મારુ....એક તારા માટે....એક મારા માટે....''
અચાનક અવાજ બંધ થઇ ગયો અને પછી ફરી અવાજ સંભળાયો,
''ગેટ પાસે બે છે, તેનું શુ કરીશુ ????'' . . . . . . . અચાનક સાધુ જોરથી બરાડ્યો,
''અમે હજી મર્યા નથી............ઓહહહ................!!
Sent from my h.mangukiya